અંકલેશ્વર : ક્રાઇમ બ્રાન્ચે પાનોલીના કામધેનુ એસ્ટેટમાંથી ચોરીના કોપર કેબલ સહિત રૂ.3.96 લાખના મુદ્દામાલ સાથે આરોપીની કરી ધરપકડ

ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે પાનોલી નજીક હાઇવે ઉપર આવેલ કામધેનુ એસ્ટેટ-1 સ્થિત સાક્ષી એન્ટરપ્રાઇઝના

New Update
IMG-20250903-WA0052

ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે પાનોલી નજીક હાઇવે ઉપર આવેલ કામધેનુ એસ્ટેટ-1 સ્થિત સાક્ષી એન્ટરપ્રાઇઝના ગોડાઉનમાં એક બોલેરો પીકઅપ પડે છે. જેમાં શંકાસ્પદ કેબલનો જથ્થો ભરેલ છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.

પોલીસે સ્થળ પરથી પીકઅપ ગાડીમાં ભરેલ 645 કિલો ગ્રામ ભંગાર સાથે એક ઇસમને પકડી તેની પાસે જરૂરી દસ્તાવેજો માંગતા તેણે આનાકાની કરતા પોલીસે રાજપીપળા રોડ ઉપર આવેલ શાંતિ નગરમાં રહેતો અફઝલ સીરાજ અંસારીને ઝડપી પાડી 3.96 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories