New Update
/connect-gujarat/media/media_files/2025/09/03/screenshot_2025-09-03-07-13-17-36_439a3fec0400f8974d35eed09a31f914-2025-09-03-09-07-22.jpg)
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના PSI આર.કે.ટોરાણીની અંક્લેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમા હતી દરમ્યાન બાતમી મળી હતી કે દઢાલ ગામમાં શ્રી હરી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ માં આશદીપ પેકેજીંગ ટ્રેડીંગમાં અલગ-અલગ કંપનીમાંથી કેમીકલવાળા બેરલો લાવી ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે વોશ કરી તેમાંથી નીકળતુ જીવ સૃષ્ટીને નુક્શાનકારક કેમીકલવાળું પાણી જાહેર નેહરમાં ગેરકાયદેસર રીતે નિકાલ કરે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા ગોડાઉનમાં કેમીકલયુક્ત ડ્રમ વોશ કરી તેમાંથી નીકળતુ કેમીકલયુક્ત પાણી પાઇપલાઇન વડે ગોડાઉન નજીક આવેલ કેનાલમાં નિકાલ કરવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરાવતા દિલીપ નાથાલાલ પટેલ રહે, રવીનિકેતન મ.નં ૩૧ મનોરથ સોસાયટી પાસે અંકલેશ્વરની ધરપકડ કરી હતી.જીપીસીબીએ પણ આ મામલે સેમ્પલ લઇ વધુ તપાસ હાથ ધરી છે.આ મામલામાં પોલીસે મહિલા આરોપીને વોન્ટેડ જાહેર કરી છે.
Latest Stories