New Update
/connect-gujarat/media/media_files/2025/12/05/thmb-recovered-recovered-2025-12-05-09-22-09.jpg)
ભરૂચ એલસીબીએ અંક્લેશ્વરની આવેલ રાજપીપળા ચોકડી ઉપર આવેલ સદાનંદ હોટલ પાસેથી વિદેશી દારૂ ભરેલ ક્રેટા ગાડી સાથે એક ઇસમને 6.91 લાખના મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યો હતો.
ભરૂચ એલસીબીના પી.આઈ. એમ.પી.વાળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. ડી.એ.તુવર સહિત સ્ટાફ અંકલેશ્વર જી.આઈ.ડી.સી. વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે હ્યુંડાઇ ક્રેટા ગાડી નંબર- GJ-16-DK-6121માં વિદેશી દારૂ ભરી દઢાલથી અંક્લેશ્વર તરફ આવનાર છે.જેવી બાતમીના આધારે પોલીસે રાજપીપળા ચોકડી પાસે વોચમાં ગોઠવી હતી.તે દરમિયાન બાતમી વાળી ગાડી આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 41 નંગ બોટલ મળી આવી હતી.પોલીસે 81 હજારનો દારૂ અને ગાડી મળી કુલ 6.91 લાખના મુદ્દામાલ સાથે અંદાડા ગામની શ્યામ રેસિડેન્સીમાં રહેતો વિનોદ ઉર્ફે સુનીલ રામસંગભાઇ ગોહીલને ઝડપી પાડ્યો હતો.નકુલ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories