New Update
/connect-gujarat/media/media_files/2024/12/01/6oT56XVpSvVRV5C2sWOd.jpg)
ભરૂચ એલસીબીએ પુનગામમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો જયારે બુટલેગર સહીત બેને વોન્ટેડ જાહેર કર્યા હતા. ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે નવા પુનગામમાં રહેતો બુટલેગર વિજય ચૌહાણ પુનગામની સીમમાં નહેરની બાજુમાં વિદેશી દારૂ સંતાડી રાખે છે અને જથ્થાની અજય વસાવા રખેવાળી કરે છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૯૬ નંગ બોટલ મળી કુલ ૯ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.અને બુટલેગર સહીત બેને વોન્ટેડ જાહેર કર્યા હતા.
Latest Stories