ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જૂની દીવી ગામ ખાતે યંગ સ્ટાર ક્રિકેટ ક્લબ-જૂના દીવા દ્વારા દીવા પ્રિમીયર લીગ સીઝન-4નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જૂની દીવી ગામ ખાતે યંગ સ્ટાર ક્રિકેટ ક્લબ-જૂના દીવા દ્વારા દીવા પ્રિમીયર લીગ સીઝન-4નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગત રવિવારના રોજ રુહી કિંગ્સ અને 41 મામા સરકાર ઇલેવન વચ્ચે ફાઇનલ મેચ યોજાય હતી, ત્યારે આ બન્ને ટીમો વચ્ચે ખૂબ જ ભારે રસાકસી જોવા મળી હતી. આ ફાઇનલ મેચામાં 41 મામા સરકાર ઇલેવનની ટીમનો ભવ્ય વિજય થયો હતો. વિજેતા ટીમને ટ્રોફી આપી સન્માનીત કરવામાં આવી હતી. આ સાથે જ ક્રિકેટ ટુર્નામેન્ટના સફળ આયોજન બદલ કેપ્ટન ગૌરવ પટેલ, વિજય પટેલ, ધર્મેશ પટેલ, ભાવિન પટેલને સૌકોઈ દ્વારા અભિનંદન પાઠવામાં આવ્યા હતા.