New Update
/connect-gujarat/media/media_files/2025/10/25/whatsapp-image-2025-1-2025-10-25-21-32-36.jpeg)
અંકલેશ્વરના તબીબ દંપત્તિની સિદ્ધિ
વર્લ્ડકપમાં જોવા મળશે રમતા
પિકલબોલ વર્લ્ડ કપમાં થઈ પસંદગી
અમેરિકામાં યોજાશે વર્લ્ડકપ
દંપત્તિને પાઠવવામાં આવી શુભકામના
અંકલેશ્વરના પ્રતિષ્ઠિત તબીબ દંપતીનું અમેરિકામાં રમાનાર પિકલબોલ વર્લ્ડકપ 2025માં સિલેક્શન થયું છે.
અંકલેશ્વરના જાણીતા ડોક્ટર નિલેશ દેસાઈ તથા તેમના પત્ની ડોક્ટર શ્વેતલ દેસાઈનું અમેરિકામાં રમાનાર પીકબોલ વર્લ્ડકપ 2025માં સિલેક્શન થયું છે. આગામી 28 ઓક્ટોબરથી 2 નવેમ્બર દરમ્યાન અમેરિકાના ફ્લોરિડામાં પિકબોલ વર્લ્ડ કપ યોજનાર છે તથા 3 નવેમ્બર થી 9 નવેમ્બર દરમિયાન અમેરિકાના ડલાસમાં પિકબોલ PPA વર્લ્ડ ચેમ્પિયનશિપ યોજાનાર છે. જેમાં 2025માં મલેશિયામાં યોજાયેલ ક્વોલીફાઈ મેચમાં અંકલેશ્વરના ડોક્ટર નિલેશ દેસાઈ અને તેમની પત્ની ડોક્ટર શ્વેતલ દેસાઈને પિકબોલ વર્લ્ડકપ તથા પિકબોલ PPA વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો છે જેમાં 50 પ્લસ કેટેગરીમાં સિંગલ, ડબલ્સ અને મિક્સ ડબલ્સમાં પ્રતિનિધિત્વ કરવાની ઉત્તમ તક મળી છે.
Latest Stories