New Update
/connect-gujarat/media/media_files/2025/08/08/img-20250808-wa0002-2025-08-08-09-25-42.jpg)
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા 28 અધિકારીઓની વહીવટી સરળતા અને જાહેર હિતમાં બદલી કરવામાં આવી છે.
જેમાં અંકલેશ્વર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રિજયોનલ ઓફિસર તરીકે ફરજ બજાવતા વિજય રાખોલીયાની જેતપુર ખાતે બદલી કરવામાં આવી છે.
આ તરફ સુરતના પ્રાદેશિક અધિકારી તરીકે ફરજ બજાવતા ડોક્ટર જીજ્ઞાસા ઓઝાની અંકલેશ્વર જીપીસીબીમાં પ્રાદેશિક અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. અંકલેશ્વરમાં પ્રદૂષણની માત્રામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે તો કેટલાક ઉદ્યોગો બે જવાબદાર રીતે જોખમી રાસાયણિક કચરાનો ગેરકાયદેસર નિકાલ કરે છે ત્યારે પર્યાવરણીય પ્રદૂષણને અંકુશમાં લેવાનો નવા રિજનલ ઓફિસર પર પડકાર રહેશે.
Latest Stories