-
UPL અને સુપરફોમ કંપની દ્વારા કરવામાં આવ્યું આયોજન
-
GIDC સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કોમ્પીટીશન યોજાય
-
ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ કોમ્પીટીશનનું સુંદર આયોજન
-
દેશમાં કાર્યરત UPLની 20 ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ જોડાય
-
આગ, રેસ્ક્યુ સહીત દુર્ઘટનાની કામગીરીના કૌશલ્ય દર્શાવાયા
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે UPL અને સુપરફોમ કંપની દ્વારા ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશભરમાં UPL કંપનીના યુનિટોમાંથી 20 જેટલી ઇમરજન્સી રિસ્પોન્સની ટીમોએ ભાગ લીધો હતો.
UPL કંપનીના યુનિટો ગુજરાત સહીત દેશભરમાં કાર્યરત છે. UPL કંપનીના તમામ યુનિટોમાં ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ તૈયાર કરવામાં આવી છે. આ ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ અન્ય કંપનીઓમાં તેમજ સમાજમાં ફાયર, ઇમરજન્સી, રેસ્ક્યુ તેમજ મેડિકલ સપોર્ટ સહીત નાની-મોટી દુર્ઘટનામાં તાત્કાલિક પહોંચી જઈને મદદ કરે છે.
UPL અને સુપરફોમ કંપની દ્વારા વર્ષ 2008થી તમામ યુનિટોની ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ કોમ્પીટીશનનું આયોજન કરે છે, ત્યારે અંકલેશ્વર GIDCમાં આવેલ ડી.એ.આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં મહાનુભાવોના હસ્તે દીપપ્રાગટ્ય થકી કોમ્પીટીશનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ કોમ્પીટીશનમાં જમ્મુ સહીત અન્ય રાજ્યોમાં કાર્યરત UPL કંપની અને સુપરફોમના યુનિટોની 20 જેટલી ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ખાસ કરીને વાપી યુનિટની મહિલા ટીમે પણ આ કોમ્પીટીશનમાં ભાગ લઇ પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું. ભાગ લેનાર તમામ ટીમોએ આગ, ઇમરજન્સી, રેસ્ક્યુ તેમજ મેડિકલ સપોર્ટ સહીત નાની-મોટી દુર્ઘટના અંગેની કામગીરીના કૌશલ્ય દર્શાવ્યા હતા.
આ પ્રસંગે UPL કંપની યુનિટ-5ના યુનિટ હેડ પ્રવિણદાન ગઢવી, યુનિટ-1ના યુનિટ હેડ વિનોદ સીંગ, યુનિટ-12ના હેડ દિપક ગર્ગ તેમજ અંકલેશ્વર DPMC ફાયર વિભાગના પ્રિતેશ પટેલ અને મનોજ કોટડીયા ઉપસ્થિત રહ્યા હતા.