/connect-gujarat/media/media_files/2026/03/09/mixcollage-09-mar-2026-11-00-am-4492-2026-03-09-11-00-49.jpg)
અંકલેશ્વરની પાનોલી GIDCમાં સ્થિત ક્રિશી રસાયણ કંપનીમાં ફરી વાર આગ લાગવાની ઘટના સામે આવી છે. આજે સવારે ફરી એકવાર કંપનીના પરિસરમાં આગ લાગી હતી. માહિતી મુજબ કંપનીમાં રહેલા સોલ્વન્ટ ભરેલા બેરલમાં આગ લાગતા થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.ઘટનાની જાણ થતા કંપની પર સ્ટેન્ડબાય રાખવામાં આવેલા ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગ પર ઝડપી કાબુ મેળવી લીધો હતો, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.
ઉલ્લેખનીય છે કે ગત રોજ સવારે પણ આ જ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા પ્લાન્ટનો મોટો ભાગ બળી ને ખાક થયો હતો. આગની ઘટનામાં ત્રણ કામદારો ધુમાડાની અસરને કારણે તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ સતત બની રહેલી આગની ઘટનાઓને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા કંપની સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં કંપનીને ક્લોઝર નોટિસ પાઠવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. તંત્ર દ્વારા સમગ્ર ઘટનાની તપાસ પણ હાથ ધરવામાં આવી છે.