અંકલેશ્વર : હાંસોટમાં કાર રીપેરીંગ શોરૂમમાં આગ, 3 કાર બળીને ખાક

ભરૂચના હાંસોટમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની કચેરીની નજીક આવેલ  બોસ કંપનીના કાર રીપેરીંગ શોરૂમમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આગે થોડી જ

New Update
scsss
ભરૂચના હાંસોટમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની કચેરીની નજીક આવેલ  બોસ કંપનીના કાર રીપેરીંગ શોરૂમમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.

આગના બનાવમાં શોરૂમમાં પાર્ક કરેલી 3 કાર આગની ઝપેટમાં આવી બળીને ખાક થઈ ગઈ છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી.
ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસો શરૂ કર્યા હતા. સ્થાનિક લોકો પણ મદદ માટે આગળ આવ્યા હતા.સદનસીબે, આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી પ્રાપ્ત નથી. જોકે, આગને કારણે મોટું આર્થિક નુકસાન થયું હોવાનું અનુમાન છે.ફાયર વિભાગ દ્વારા આગ લાગવાના કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે.
Latest Stories