New Update
/connect-gujarat/media/media_files/2025/12/23/whatsapp-image-2025-12-2025-12-23-10-30-52.jpeg)
ભરૂચના અંકલેશ્વર નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ NH-48 પર મુલદ ટોલપ્લાઝા નજીક આજે સવારના સમયે અચાનક એક ટ્રકમાં આગ ફાટી નીકળતાં હડકંપ મચી ગયો હતો.
ચાલતી ટ્રકમાંથી ધુમાડો નીકળતો દેખાતા ટ્રક ચાલકે સમયસૂચકતા દાખવી વાહન સાઇડમાં ઉભું રાખી નીચે ઉતરી ગયો હતો, જેના કારણે મોટો અકસ્માત ટળી ગયો હતો.આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલિક આગ પર કાબુ મેળવવા કામગીરી શરૂ કરી હતી.
ફાયર ફાયટરોએ આગ પર નિયંત્રણ મેળવી લીધું હતું. જોકે, આગના કારણે ટ્રકને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે.ટ્રકમાં આગ લાગવાના પગલે NH-48 પર બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસ દ્વારા ટ્રાફિકને નિયંત્રિત કરી ધીમે ધીમે વાહન વ્યવહાર પુનઃ શરૂ કરાયો હતો.આગ લાગવાનું ચોક્કસ કારણ હજી જાણી શકાયું નથી. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની ન થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
Latest Stories