આસોની રઢિયાળી રાત
ગરબા મહોત્સવનો પ્રારંભ
અંકલેશ્વર જીઆઈડીસીમાં વિવિધ સ્થળોએ આયોજન
ખોડલધામ પરિવાર દ્વારા આયોજન
ખેલૈયાઓ મન મુકીને ગરબે ઘૂમ્યા
જગત જનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થયો છે ત્યારે અંકલેશ્વર જીઆઇડીસીમાં વિવિધ ગરબા ગ્રાઉન્ડ પર ઉત્સાહ સાથે ગરબા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વરના ખોડલધામ પરિવાર દ્વારા જીઆઇડીસીમાં આવેલ વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સાંસદ મનસુખ વસાવા, અંકલેશ્વર નોટિફાઇડ એરીયા ભાજપના પ્રમુખ જય તેરૈયા, આગેવાન ભરત પટેલ, ખોડલધામના ટ્રસ્ટીઓ સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં ગરબા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. નવરાત્રીના પ્રથમ દિવસે જાણીતા કલાકાર કવિ રબારી, મિલન મહેર અને ભાવિકા સાવલિયાએ ગરબાની રમઝટ બોલાવી હતી જેમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓએ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી. આ ગરબા મહોત્સવ થકી એકત્રિત થનાર ભંડોળનો ખોડલધામ ટ્રસ્ટ કાગવડ સંચાલિત કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના નિર્માણમાં ઉપયોગ કરવામાં આવશે.