/connect-gujarat/media/media_files/2026/03/05/vlcsnap-2023-06-09-10h25m26s261-recovered-recovered-recovered-recovered-recovered-recovered-2026-03-05-09-10-42.jpg)
અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં પ્રદૂષણના મુદ્દાઓ બાદ હવે શહેર વિસ્તારમાં પણ પ્રદૂષણની ઘટના સામે આવી છે. નગરપાલિકાના સ્વર્ણિમ લેકવ્યુ પાર્ક સ્થિત ગામ તળાવમાં લાલ રંગનું પ્રદૂષિત પાણી જોવા મળતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ હતી. તળાવમાં એસિટિક પાણી આવતાં તેની સપાટી પર ફીણ પણ દેખાયો હતો. ઘટનાની જાણ થતાં જ નગરપાલિકાએ તાત્કાલિક પગલાં લીધા હતા.આ મામલે નગર સેવા સદનના ચીફ ઓફિસર કેશવ ક્લોડીયાએ ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે ધૂળેટી પર્વ દરમિયાન લોકો નહેરોમાં નહાવા જતા હોવાથી રંગીન પાણી વહેતું આવ્યું હોવાની શક્યતા છે. વધુ તપાસ માટે સંબંધિત વિભાગોને સૂચના આપવામાં આવી છે.તળાવમાં લાલ રંગનું પાણી વધુ પ્રમાણમાં ન ભળે તે માટે ઇનલેટ વાલ્વ બંધ કરવામાં આવ્યો હતો. તળાવનું પાણી ખરાબ ન થાય તે માટે તકેદારીરૂપે આ પગલું લેવામાં આવ્યું હોવાનું નગરપાલિકાએ જણાવ્યું છે.હાલ તળાવના પાણી અંગે કોઈ મોટી સમસ્યા નથી અને પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે.