અંકલેશ્વર: ઉમરવાડા ગામે નિ:શુલ્ક પશુ આરોગ્ય મેળો યોજાયો, પશુપાલકોએ લીધો લાભ

અંકલેશ્વરના ઉમરવાડા ગામમાં પશુપાલન શાખા, જિલ્લા પંચાયત ભરૂચ સંચાલિત પશુ દવાખાના દ્વારા  નિ:શુલ્ક પશુ આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું...

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • ઉમરવાડા ગામમાં આયોજન કરાયું

  • પશુ આરોગ્ય મેળો યોજાયો

  • પશુ પાલકોએ લીધો લાભ

  • પશુ નિષ્ણાંતોએ આપી હાજરી

અંકલેશ્વરના ઉમરવાડા ગામે નિશુલ્ક પશુ આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો પશુ પાલકોએ લાભ લીધો હતો. અંકલેશ્વરના ઉમરવાડા ગામમાં પશુપાલન શાખા, જિલ્લા પંચાયત ભરૂચ સંચાલિત પશુ દવાખાના દ્વારા  નિ:શુલ્ક પશુ આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.નિ:શુલ્ક આરોગ્ય કેમ્પ દરમિયાન પશુ ચિકિત્સા વિભાગના નિષ્ણાત અધિકારીઓ હાજર રહ્યા હતા.
મદદનીશ પશુપાલન અધિકારી ડો. દીપ્તિ  રાવલ, પશુ ચિકિત્સા અધિકારી ડો. રાજવતી કાંટીયા, સહાયક પશુધન નિરીક્ષક સતીશભાઈ એન. પટેલ, પશુધન નિરીક્ષક  કુંદન  પટેલ તેમજ પશુધન નિરીક્ષક યજ્ઞદીપ પટેલ  દ્વારા પશુપાલકોને વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવી હતી.આ કેમ્પ દરમિયાન ગાય, ભેંશ, ઘેટા, બકરા તેમજ મરઘાં માટે કૃમિનાશક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સાથે સાથે સામાન્ય મેડિસિન, જાતીય આરોગ્ય સારવાર તથા જરૂરી સર્જિકલ સારવાર પણ કરવામાં આવી હતી.આ ઉપરાંત બર્ડ ફ્લૂ રોગના સંભવિત ચેપને ધ્યાનમાં રાખી ગામમાં આવેલા પોલ્ટ્રી ફાર્મમાંથી સેમ્પલ કલેકશનની કામગીરી કરવામાં આવી હતી. 
Latest Stories