અંકલેશ્વર: GIDCમાં વરસાદી માહોલ વચ્ચે ગેસલાઈનમાં ભંગાણ, ફાયર વિભાગ દોડી આવ્યું

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં ફરી ગેસ લાઈનમાં લીકેજ થતા નાસભાગ મચી જવા પામી હતી.કોહીજન લાઈફ સાયન્સ કંપની નજીક ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયું હતું

New Update
MixCollage-26-Jun-2025-08-06-PM-7022

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં ફરી ગેસ લાઈનમાં લીકેજ થતા નાસભાગ મચી જવા પામી હતી.કોહીજન લાઈફ સાયન્સ કંપની નજીક ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયું હતું

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં  આવેલ કોહીઝોન લાઈફ સાયન્સ કંપની પાસે વરસાદી માહોલ વચ્ચે ગેસ લાઈનમાં ભંગાણ સર્જાતા આસપાસની કંપનીઓમાં નાસભાગ મચી જવા પામી હતી.ગેસ લીકેજ અંગે કંપનીના અધિકારીઓએ ગુજરાત ગેસ કંપની અને ફાયર વિભાગને જાણ કરતા અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને ગેસ લાઈન બંધ કરી સમારકામની કામગીરી હાથ ધરી હતી.સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી.