New Update
/connect-gujarat/media/media_files/2025/10/13/s-2025-10-13-10-28-53.jpg)
ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા તથા નાયબ પોલીસ અધિક્ષક ડો.કુશલ ઓઝા તરફથી જિલ્લામાં નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા આપેલી સુચનાના આધારે અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એચ.વાળા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જી.રાઠોડના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફની ટીમને મળેલ બાતમી આધારે અંક્લેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશનમાં વર્ષ 2013માં નોંધાયેલ છેતરપિંડીના ગુનાનો આરોપી નિલેશભાઇ બાબુભાઇ નાયક ઉ.વ.૫૪ રહે.ગ્રીનસીટી સોસાયટી, કીકરલા તા.પારડી, જી.વલસાડની બાતમીના આધારે પોલીસે તેના ઘરેથી ધરપકડ કરી હતી.આરોપી છેતરપિંડીના ગુનામાં છેલ્લા 12 વર્ષથી ફરાર હતો જેને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.
Latest Stories