અંકલેશ્વર : GIDC પોલીસ દ્વારા અસામાજિક તત્વના મકાનનું ગેરકાયદેસર વીજ જોડાણ કપાયું

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.અને વીજ કંપની દ્વારા ભડકોદ્રા ગામની નવી નગરીમાં અસામાજીક ઇસમને ઘરે ગેરકાયદેસર વીજ જોડાણ કાપી 40 હજારનો વીજ દંડ ફટકાર્યો હતો.

New Update
IMG-20251219-WA0280
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.અને વીજ કંપની દ્વારા ભડકોદ્રા ગામની નવી નગરીમાં અસામાજીક ઇસમને ઘરે ગેરકાયદેસર વીજ જોડાણ કાપી 40 હજારનો વીજ દંડ ફટકાર્યો હતો.
અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પી.આઈ. આર.એચ.વાળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ આર.એ.અસ્વાર અને સ્ટાફ દ્વારા ભડકોદ્રા ગામની નવી નગરી ખાતે રહેતો અસામાજીક તત્વ બલવીન્દ્રરસિંગ સુરજીતસીંગ સીકલીગરના ઘરે વિજ કર્મચારીઓને સાથે રાખી વિજ જોડાણ ચેક કરાવતા તેમાં ગેરકાયદેસર વિજ જોડાણ મળી આવ્યું હતું.જેથી વિજ કનેક્શન કપાવી 40 હજારનો દંડ ફટકારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Latest Stories