અંકલેશ્વર : GIDC પોલીસે ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ચાલતા જુગારધામ પર પાડ્યા દરોડા, 5 જુગારીઓની ધરપકડ

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર આર.એચ.વાળાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઈન્સપેક્ટર આર.એ.અરવાર તથા પોલીસ

New Update
ank
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર આર.એચ.વાળાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઈન્સપેક્ટર આર.એ.અરવાર તથા પોલીસ સ્ટાફના માણસો સાથે  પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના કોસમડી ગામની સ્ટાર રેસીડેન્સીની દુકાન નં.એફએફ-૦૫ શ્રી રામ ટેમ્પો સર્વિસ નામની ટ્રાન્સપોર્ટની ઓફીસમાં જયવંત પાટીલ કેટલાક ઇસમો ભેગા કરી પત્તા-પાનાનો  જુગાર રમાડે છે જેના આધારે પોલીસે દરોડા પાડતા 5 જુગારીઓ જુગાર રમતા રંગેહાથ ઝડપાય ગયા હતા. પોલીસે જુગારીઓ પાસેથી રૂ.53,900નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
 ઝડપાયેલ આરોપીઓ
1 જયવંત ભારકર પાટીલ ઉ.વ.૪૯ રહેવાસી.મ.નં.૩૦ ગણેશપાર્ક વાલીયા રોડ કોસમડી તા.અંકલેશ્વર જી.ભરૂચ
2 યોગેશ ભીમરાવ ઠાકરે ઉ.વ.૩૧ રહેવાસી.દોનગાવ થાના-પાલધી તા.ધરનગાવ જી.જલગાવ (મહારાષ્ટ્ર)
3 શાહરૂખ દીલીપ પઠાણ ઉ.વ.૩૧ રહેવાસી.જુના બસ સ્ટેન્ડ પાસે કુંજર ગામ તા.ચાલીસ ગાવ થાના-મ્યુનબારા જી.જલગાવ (મહારાષ્ટ્ર)
4 રમજાન કરીમ પીજારી ઉ.વ.૪૪ રહેવાસી.ઇન્દીરાનગર ખેડગાવ તા.ચાલીસગાવ થાના-મ્યુનબારા
5 શાલીક હદાસ પાટીલ ઉ.વ.૪૫ રહેવાસી,શીવ મંદીર પાસે કુંજર ગામ તા ચાલીસ ગાવ થાના-મ્યુનબારા જી.જલગાવ (મહારાષ્ટ્ર)
Latest Stories