New Update
/connect-gujarat/media/media_files/2025/08/28/screenshot_2025-08-28-08-02-36-60_439a3fec0400f8974d35eed09a31f914-2025-08-28-08-54-46.jpg)
અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ૧૧ વર્ષનો બાળક કોઇ કારણસર લાગી આવતા પોતાના ઘરેથી સાઇકલ લઇને નીકળી ગયો હતો. આ બાબતે બાળકના વાલીએ અંક્લેશ્વર GIDC પોલીસ સ્ટેશને જાણ કરતા પોલીસ ઇન્સ્પેક્ટર આર.એચ.વાળા તથા સેકન્ડ પો.ઇન્સ. એમ.જી.રાઠોડે તાત્કાલીક જુદી-જુદી ટીમો બનાવી બાળકની શોધખોળ શરૂ કરી હતી અને બાળકના ઘરેથી લઇ મુખ્ય રસ્તા ઉપરના જુદા-જુદા સીસીટીવી કેમેરા ચેક કરી બાળક પ્રતીન ચોકડીથી ભરૂચ તરફ ગયો હોવાનું જાણવા મળ્યું હતું.આ તરફ સગા-સબંધીઓએ ભરૂચમાં બાળકની શોધખોળ કરતા માતરીયા તળાવા પાસેથી બાળક હેમખેમ મળી આવ્યો હતો. અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશનના સ્ટાફે ટીમ વર્કથી ૧૧ વર્ષના બાળકને ગણતરીની સમયમાં શોધી તેના પરિવારને સોંપી ગુમ થયેલ બાળકનું તેના પરીવાર સાથે સુખદ મિલન કરાવ્યુ હતું.
Latest Stories