New Update
/connect-gujarat/media/media_files/2025/08/24/thmb-2025-08-24-10-55-03.jpg)
અંકલેશ્વર જીઆઇડીસીમાં નવજીવન યુવા ગ્રુપ દ્વારા ભગવાન શ્રી ગણેશની ભવ્ય આગમન યાત્રા તેમજ મુખ દર્શનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
દુંદાળાદેવ ભગવાન શ્રી ગણેશની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ઠેર ઠેર શ્રીજીની ભવ્ય આગમન યાત્રા યોજાઈ રહી છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં નવજીવન યુવા ગ્રુપ દ્વારા શ્રીજીની ભવ્ય આગમન યાત્રા અને મુખ દર્શનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા ગોલ્ડન ચોકડીથી અટલજી જોગસ પાર્ક સુધી નીકળી હતી જેમાં ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. આગમન યાત્રામાં ડી.જે., નાસિક ઢોલ, બલૂન શો તેમજ ભવ્ય આકાશબાજી મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા ભક્તોએ અદમ્ય ઉત્સાહ સાથે શ્રીજીને આવકાર આપ્યો હતો.