ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવ
અંતિમ દિને ખેલૈયા દેશભક્તિના રંગે રંગાયા
ઓપરેશ સિંદુરની થીમ પર યોજાયા ગરબા
RSS દ્વારા સન્માન પત્ર એનાયત કરાયું
માતાજીની મૂર્તિનું નર્મદા નદીમાં કરાયું વિસર્જન
અંકલેશ્વર ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા ગુપ્તા ફાર્મ ખાતે આયોજિત ગરબા મહોત્સવના અંતિમ દિવસે ખેલૈયાઓ ઓપરેશન સિંદૂરની થીમ સાથે ગરબામાં રમઝટ બોલાવી મન મૂકી ગરબે ઘૂમ્યા હતા.
માઁ આદ્યશક્તિના નવરાત્રી મહોત્સવના અંતિમ દિને ખેલૈયાઓએ ગરબામાં રમઝટ બોલાવી મન મૂકી ગરબે ઘૂમ્યા હતા,અંકલેશ્વર ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા જૂની દીવી ગામ પાસે ગુપ્તા ફાર્મ ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે,ગરબા મહોત્સવના અંતિમ દિવસે ખેલૈયાઓ દેશભક્તિના રંગે રંગાયને ગરબે ઘૂમ્યા હતા,ખેલૈયાઓ ઓપરેશન સિંદૂરની થીમ પર ગરબામાં રમઝટ બોલાવી મન મૂકી ગરબે ઘૂમ્યા હતા.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા તેની સ્થાપનાના 100 વર્ષ નિમિત્તે શતાબ્દી મહોત્સવની ઉજવણી થઇ રહી છે,ત્યારે સંઘચાલક જવાહર વરેલાની દ્વારા ગુંજ ગરબામાં પ્લાસ્ટિકની વસ્તુઓનો ઉપયોગ ન કરવા બદલ ડો.હેડગેવાર સ્મારક સમિતિ ગુજરાત અને પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ આયોજિત હમારી નવરાત્રી હરિત નવરાત્રીમાં સહભાગી થવા બદલ ગુંજ સોશ્યલ ગ્રુપના પ્રમુખ સુધીર ગુપ્તાને સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યું હતું.અને નવરાત્રીની સમાપ્તિ બાદ રાતે પૂજા અર્ચના કરી માતાજીની મૂર્તિનું વિધિવત રીતે વિસર્જન કરવામાં આવ્યું હતું.