New Update
/connect-gujarat/media/media_files/2025/07/04/img-20250704-wa0064-2025-07-04-09-35-18.jpg)
નવી દિલ્હી ખાતે નેશનલ ફેડરેશન ઓફ કો-ઓપરેટિવ સુગર ફેક્ટરીસ લી. દ્વારા આયોજીત "Cooperative Sugar Industry Conclave 2025" & "National Efficiency Awards Ceremony"માં ભારત સરકારના કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી અને કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયાના હસ્તે ભરૂચના હાંસોટમાં આવેલ પંડવાઈ સુગર ફેટકરીને વાર્ષિક કાર્યક્ષમતા પુરસ્કાર 2023-24 હેઠળ બેસ્ટ ફાયનાન્સીયલ મેનેજમેન્ટ કેટેગરીમાં સમગ્ર ભારત દેશમાં બીજા ક્રમનો એવૉર્ડ મળ્યો હતો.સુગર ફેકટરીના ચેરમેન અને અંકલેશ્વર-હાંસોટના ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલે આ એવોર્ડ સ્વીકાર્યો હતી.
આ અંગે ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે આ પુરસ્કાર સહકારી ક્ષેત્રમાં પારદર્શિતા, જવાબદારી અને મજબૂત નાણાકીય શિસ્તનું પ્રતીક છે. આ સિદ્ધિ તમામ ડિરેક્ટર, તમામ વિભાગનાં વડા, એન્જીનીયર, કેમીસ્ટ, કર્મચારી સહીત સભાસદમિત્રો/ખેડૂતોમિત્રો અને સહયોગીઓની સામૂહિક મહેનત અને વિશ્વાસનું પરિણામ છે.અમે આ સન્માનને વધુ પ્રગતિ અને પારદર્શક કામગીરી માટે પ્રેરણા તરીકે સ્વીકારીએ છીએ
Latest Stories