અંકલેશ્વર: GIDCમાં હવેલી ચોકનું લોકાર્પણ કરાયુ,ચોકમાં ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય એવા ગાય-સુદર્શન ચક્રની પ્રતિકૃતિની સ્થાપના

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ ગોવર્ધનનાથજીની હવેલી પાસેના ચોકને હવેલી ચોક નામ આપવામાં આવ્યું છે ત્યારે આજરોજ તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું નિર્માણ

  • જીઆઈડીસીમાં હવેલી ચોકનું નિર્માણ

  • ગાય-સુદર્શન ચક્રની પ્રતિમાનું સ્થાપન

  • વલ્લભાચાર્ય સેવા સમર્પણ ટ્રસ્ટ દ્વારા હવેલીચોકનું નિર્માણ કરાયુ

  • આગેવાનો અને વૈષ્ણવજનો રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ ગોવર્ધનનાથજીની હવેલી પાસેના ચોકને હવેલી ચોક નામ આપવામાં આવ્યું છે ત્યારે આજરોજ તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર ઉદ્યોગ મંડળ અને નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા તાજેતરમાં મળેલી બેઠકમાં વિવિધ ચોક અને ગાર્ડનનું નામકરણ કરવામાં આવ્યું છે ત્યારે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ ગોવર્ધનનાથજીની હવેલી નજીક વલ્લભાચાર્ય સેવા સમર્પણ ટ્રસ્ટ દ્વારા હવેલી ચોકનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં ભગવાન શ્રીકૃષ્ણને પ્રિય એવા ગાય માતા, મોરપીંછ, વાંસળી અને  સુદર્શન ચક્રની સ્થાપના કરવામાં આવી છે જેનું આજરોજ પૂજ્ય અનીરુદ્ધલાલજીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.હવેથી આ ચોક હવેલી ચોક તરીકે ઓળખાશે.
સનાતન સંસ્કૃતિના દર્શન થાય અને લોકો વૈદિક સંસ્કૃતિને વળગી રહે તે હેતુસર આ ચોકનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડીયા, નોટિફાઇડ એરીયા ઓથો.ના ચેરમેન અમૂલક પટેલ ઉદ્યોગ મંડળની વોટર કમિટીના ચેરમેન ધર્મેશ ડોબારિયા સહિત વૈષ્ણવજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ચોકના નિર્માણથી જીઆઇડીસી વિસ્તારની શોભામાં અભિવૃદ્ધિ થશે.
Read the Next Article

ભરૂચ: નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે વિશ્વ મેગ્રોવ દિવસની ઉજવણી, જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

તટીય વિસ્તારોમાં મેંગ્રોવના સંરક્ષણનું મહત્વ ઉજાગર કરવું ખૂબ જ જરૂરી છે. ગુજરાત ભારતનું બીજું સૌથી મોટું મેંગ્રોવ આવરણ ધરાવતું રાજ્ય છે અને તેમાં રોપણીના દ્રષ્ટિએ નોંધપાત્ર પ્રગતિ થઈ છે

New Update
  • ભરૂચમાં વિશ્વ મેગ્રોવ દિવસની ઉજવણી

  • નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે આયોજન

  • દિપક ફાઉન્ડેશન દ્વારા કાર્યક્રમ યોજાયો

ભરૂચની નવસારી કૃષિ યુનિવર્સીટી ખાતે દીપક ફાઉન્ડેશન અને ડીસીએમ કંપનીના સંયુક્ત ઉપક્રમે વિશ્વ મેગ્રોવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ભરૂચ જેવા તટીય વિસ્તારોમાં મેંગ્રોવના સંરક્ષણનું મહત્વ ઉજાગર કરવું ખૂબ જ જરૂરી છે. ગુજરાત ભારતનું બીજું સૌથી મોટું મેંગ્રોવ આવરણ ધરાવતું રાજ્ય છે અને તેમાં રોપણીના દ્રષ્ટિએ નોંધપાત્ર પ્રગતિ થઈ છે. તેમ છતાં ભરૂચ જિલ્લામાં મેંગ્રોવનું સંરક્ષણ પર્યાવરણીય સંતુલન અને સ્થાનિક સમુદાયના કલ્યાણ માટે અત્યંત મહત્વપૂર્ણ છે ત્યારે ભરૂચની નવસારી કૃષિ યુનિવર્સિટી  ખાતે "ભરૂચના તટીય વિસ્તારોના મહત્વ અને પડકારો" વિષય પર જાગૃતિ અને સંવેદનશીલતા કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં વનવિભાગ, કૃષિ યુનિવર્સિટી, તટિય સમુદાયો, વિદ્યાર્થીઓ, કોર્પોરેટસ અને એનજીઓ જેવા વિવિધ હિતધારકો જોડાયા હતા. આ પ્રસંગે દીપક ફાઉન્ડેશનના કાર્યક્રમ મેનેજર અનિલકુમાર, નવસારી કૃષિ યુનિવર્સિટીના પ્રમુખ ડી.ડી. પટેલ, જનરલ મેનેજર નિર્મળસિંહ યાદવ,સિનિયર મેનેજર સંદીપ વરિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.