New Update
/connect-gujarat/media/media_files/2025/08/01/screenshot_2025-08-01-15-00-28-73_92460851df6f172a4592fca41cc2d2e6-2025-08-01-20-32-45.jpg)
અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રાફિકની સમસ્યા હવે જાણે સામાન્ય બની ગઈ છે,વારંવાર સર્જાતી ચક્કાજામની પરિસ્થિતિ વાહન ચાલકો માટે સરદર્દ સમાન બની ગઈ છે. ત્યારે સતત ચોથા દિવસે પણ હાઇવે પર ભારે ટ્રાફિકજામ જોવા મળ્યો હતો
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ફરી ટ્રાફિકજામના કારણે વાહનચાલકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. વાહનચાલકોએ બે કલાક કરતા વધુ સમય ટ્રાફિકમાં ઉભા રહેવું પડ્યું હતું. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 પર સમયાંતરે ટ્રાફિકજામની ગંભીર પરિસ્થિતિ સર્જાય છે. ભરૂચ તરફથી સુરત તરફ જતી લેનમાં અંદાજે 5 કિમી લાંબો ટ્રાફિકજામ જોવા મળ્યો છે.હાઈવેના બિસ્માર માર્ગ અને ખાસ કરીને આમલાખાડી પરના સાંકડા બ્રિજને કારણે આ માર્ગ પર વારંવાર ટ્રાફિકજામ સર્જાય છે. આજે સતત ચોથા દિવસે પણ હાઇવે પર વાહનોની લાંબી કતાર જોવા મળી હતી.રોજ બનતી સમસ્યાને કારણે અંકલેશ્વર - દહેજ ઇન્ડસ્ટ્રિયલ બેલ્ટ અને સુરત તરફ અવરજવર કરતા વાહન ચાલકો ત્રાસી ઉઠ્યા છે.
Latest Stories