અંકલેશ્વર: GIDCમાં હોમિયોપેથી નિદાન અને સારવાર કેમ્પ યોજાયો, જરૂરિયાતમંદોએ લીધો લાભ

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અને ઈનરવહીલ ક્લબ ઓફ અંકલેશ્વરના સંયુક્ત ઉપક્રમે હોમિયોપેથી નિદાન તેમજ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો જરૂરીયાતમંદ લોકોએ લાભ લીધો

New Update
  • અંકલેશ્વર જીઆઈડીસીમાં આયોજન

  • હોમિયોપેથી નિદાન-સારવાર કેમ્પ યોજાયો

  • યોગ દિવસના 100 દિવસની પણ કરાય ઉજવણી

  • બ્રહ્મ સમાજ- ઇનરવહીલ ક્લબનું આયોજન

  • આમંત્રિતો રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વર જીઆઇડીસીમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અને ઈનરવહીલ ક્લબ ઓફ અંકલેશ્વરના સંયુક્ત ઉપક્રમે હોમિયોપેથી નિદાન તેમજ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો જરૂરીયાતમંદ લોકોએ લાભ લીધો હતો

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ સીનીયર સીટીઝન હોલ ખાતે ગાંધીનગર આયુષ્ય વિભાગની કચેરી, ભરૂચ જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરીના માર્ગદર્શન અનુસાર સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ જીઆઇડીસી અંકલેશ્વર એકમ  અને ઇનરવહીલ ક્લબ ઓફ અંકલેશ્વરના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તજજ્ઞ તબીબો દ્વારા દર્દીઓનું તબીબી પરીક્ષણ કરી તેનું યોગ્ય નિદાન કરવામાં આવ્યું હતું.

આ સાથે જ વિશ્વ યોગ દિવસની 100 દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ યોગાસનનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું સદર કાર્યક્રમમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અંકલેશ્વર જીઆઇડીસી એકમના પ્રમુખ ચંદુભાઈ જોશી, મહામંત્રી ભાસ્કર આચાર્ય,અંકલેશ્વર ઉદ્યોગ મંડળની સોશિયલ વેલ્ફેર કમિટીના ચેરમેન કમલેશ પટેલ, મંત્રી હરેશ પટેલ, નરેન્દ્રભાઈ ભટ્ટ,બ્રહ્મ સમાજ મહિલા પાંખ પ્રમુખ રૂપલબેન જોશી, ઇનરવહીલ ક્લબ ઓફ અંકલેશ્વરના પ્રમુખ હર્ષાબેન જકાસણીયા સહિતના હોદ્દેદારો તેમજ આમંત્રિત ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ:ડો. અમિત ભગુભાઈ ભીમડાને માનદ ડોક્ટરેટની પદવી એનાયત,કાયરોપ્રેક્ટર ક્ષેત્રમાં આપી છે ઉત્કૃષ્ટ સેવા

મેજિક બુક ઓફ રેકોર્ડ એન્ડ આર્ટ્સ યુનિવર્સિટી દ્વારા માનદ ડોક્ટરેટ પદવીથી નવાજવામાં આવ્યા છે. આ એવોર્ડ તેમને કાયરોપ્રેક્ટર ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ સેવા બદલ આપવામાં આવ્યો

New Update
Dr Amit Bhagu Bhimada
ભરૂચના  અમિત ભગુભાઈ ભીમડાને દિલ્હીની પ્રસિદ્ધ મેજિક બુક ઓફ રેકોર્ડ એન્ડ આર્ટ્સ યુનિવર્સિટી દ્વારા માનદ ડોક્ટરેટ પદવીથી નવાજવામાં આવ્યા છે. આ એવોર્ડ તેમને કાયરોપ્રેક્ટર ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ સેવા બદલ આપવામાં આવ્યો છે. ડો.અમિત ભીમડા છેલ્લા 2 વર્ષથી કોઈપણ દવા કે ઓપરેશન વિના માત્ર Bone Alignment પદ્ધતિ તથા આયુર્વેદના માધ્યમથી સારવાર આપી રહ્યા છે.

Dr Amit Bhagu Bhimada

તેઓએ અત્યાર સુધીમાં 1000થી વધુ દર્દીઓને કમર, ગળા, ઘૂંટણ, સર્વાઇકલ, સાયટિકા સહિત અનેક જાતના જોડાનાં દુઃખાવાઓ અને નસ દાબાવાથી થતા દુઃખાવામાં સંપૂર્ણ આરામ આપ્યો છે. આ સિદ્ધિ બદલ તેઓને  શુભેરછા પાઠવવામાં આવી છે.