અંકલેશ્વર : સરથાણ ગામ ખાતે અશ્વદોડ પ્રતિયોગિતાનું આયોજન

આજરોજ અંકલેશ્વર તાલુકાના સરથાણ ગામ ખાતે અશ્વદોડ ની પ્રતિયોગિતા નું આયોજન એચપી હોર્ષ ગ્રુપ સરથાણ દ્વારા આયોજન કરાયું હતું.

New Update

અંકલેશ્વર તાલુકાના સરથાણ ગામ ખાતે અશ્વદોડ ની પ્રતિયોગિતાનું આયોજન એચપી હોર્ષ ગ્રુપ સરથાણ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં અશ્વ પ્રેમીઓ અને દર્શકો જોડાયા હતા.

આજરોજ અંકલેશ્વર તાલુકાના સરથાણ ગામ ખાતે અશ્વદોડ ની પ્રતિયોગિતા નું આયોજન એચપી હોર્ષ ગ્રુપ સરથાણ દ્વારા આયોજન કરાયું હતુંજેમાં ગુજરાત ના વિવિધ જિલ્લાઓમાંથી અશ્વ પ્રેમીઓ મોટી સંખ્યા પધાર્યા હતા અને પ્રતિયોગિતાનો આનંદ લીધો હતો, જેમાં 30 કિમિ પ્રતિ કલાક ની ઝડપે ચાલનાર ઘોડા ની સ્પર્ધા માં પ્રથમ ઇનામ મેળવનાર ટીપું કયામ હાંસોટઇમરાન નાના કઠોર, 35 કિમિ પ્રતિ કલાક ની ઝડપે દોડનાર ઘોડા ની પ્રતિયોગિતામાં ઈક્બાલભાઈ હાટિયા ના ઘોડાનો વિજય થયો હતો,જયારે 40 કિમિ પ્રતિ કલાક ની ઝડપે દોડનાર ઘોડાની પ્રતિયોગિતામાં ઇકબાલ ગુલ્લુ નો તૈમુર ઘોડો વિજયી થયો હતોબીજા પર સતીશ ભિખાત્રીજા પર અબુબકર ટર્કી વિજેતા થયા હતા,

આ પ્રતિયોગિતા ને સફળ બનાવવા માટે આયોજકો પૈકી સરથાણ ગામ ના સરપંચ અને અંકલેશ્વર તાલુકા ભાજપ માઇનોરિટી સેલ ના પ્રમુખ અમજદ ખાન હુસેન ખાન પઠાણયુવાનોમાં પ્રખર પકડ ધરાવનાર અને લોકપ્રિય ઇમરાન ખાન હુસેન ખાન પઠાણઇકબાલ ભાઈ હાટિયામુસ્તાકભાઈ મલેકતથા યુવાનોએ ભારે જહેમત કરી પ્રોગામ ને સફળ બનાવ્યું હતુંઆ પ્રોગ્રામ માં અંકલેશ્વર ખેતીવાડી ઉત્પન્ન સમિતિના ચેરમેન મુકેશભાઈ  કરશન ભાઈ પટેલભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના મહામંત્રી વસીમ ફળવાલામાજી સરપંચ દિલાવરખાન પઠાણમાજી સરપંચ નાસીરખાન પઠાણસતીશ ભાઈ પટેલભાગા ભાઈ પટેલઅમ્બુભાઈ દરબારઅબુબકર ટર્કીહુસેન ઘડિયાળીઈમ્તિયાઝ લુહારનીખિલભાઈ પટેલહનીફ હાટિયાતેમજ મોટી સંખ્યા માં દર્શકો ઉપસ્થિત રહ્યા હતા અને વિજેતા ઘોડાઓના માલિકોનું ટ્રોફી આપી સન્માન કરી ઉત્સાહ વધાર્યું હતું. 

Latest Stories