અંકલેશ્વર: ESIC હોસ્પિટલ નજીક બનાવાયેલ કૃત્રિમ કુંડમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન, ભક્તિ સભર માહોલ જોવા મળ્યો

અંકલેશ્વર ઉદ્યોગ મંડળ અને નોટીફાઇડ એરિયા ઓથોરીટી દ્વારા બનાવવામાં આવેલ કુત્રિમ જળકુંડમાં આજરોજ પાંચ દિવસના શ્રી ગણેશની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું

New Update

અંકલેશ્વરમાં ગણેશ મહોત્સવનો 5મો દિવસ

5 દિવસના શ્રી ગણેશની પ્રતિમાઓનું વિસર્જન

કૃત્રિમ કુંડમાં વિસર્જન કરાયુ

મોડી સાંજ સુધી 1 હજારથી વધુ પ્રતિમાનું વિસર્જન

ભક્તિ સભર માહોલ જોવા મળ્યો

અંકલેશ્વર ઉદ્યોગ મંડળ અને નોટીફાઇડ એરિયા ઓથોરીટી દ્વારા બનાવવામાં આવેલ કુત્રિમ જળકુંડમાં આજરોજ પાંચ દિવસના શ્રી ગણેશની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું આ સમયે ભક્તિ સભર માહોલ જોવા મળ્યો હતો
દુદાળાદેવ શ્રી ગણેશની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવના આજે પાંચમા દિવસે 5 દિવસના શ્રીજીની પ્રતિમાઓનું અંકલેશ્વર જીઆઇડીસીમાં નોટીફાઇડ એરિયા ઓથોરિટી અને ઉદ્યોગ મંડળ દ્વારા બનાવવામાં આવેલ કૃત્રિમ કુંડમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.કૃત્રિમ જળકુંડ પર તંત્રની ટીમ પણ તૈનાત રાખવામાં આવી હતી. ભક્તોના ઘરે સ્થાપિત 5 ફૂટ સુધીની પ્રતિમાઓનું કૃત્રિમ જળકુંડમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.અત્યંત ભક્તિ ભાવ પૂર્વક ભક્તોએ બાપ્પાને વિદાય આપી હતી.વિસર્જનની પ્રક્રિયા દરમ્યાન નોટીફાઇડ એરિયા ઓથો.ના ચીફ ઓફિસર ચિંતન પટેલ, એ.આઈ.એ.ના સેક્રેટરી નિલેશ પટેલ, ફાયર કમિટીના  ડેનિશ ભૂત સહિત અધિકારીઓએ હાજર રહી વિસર્જન પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું. મોડી સાંજ સુધીમાં 1 હજારથી વધુ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું
Latest Stories