અંકલેશ્વર : સગીરા સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં આરોપીને કોર્ટે 20 વર્ષ કેદની સજા ફટકારી, વર્ષ 2024માં બન્યો હતો બનાવ

અંકલેશ્વરમાં વર્ષ 2024માં સગીરા સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં કોર્ટે આરોપીને 20 વર્ષ કેદની સજા ફટકારતો હુકમ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

New Update

અંકલેશ્વરમાં બન્યો હતો બનાવ

વર્ષ 2024 સગીરા સાથે આચરાયું હતું દુષ્કર્મ

કોર્ટે આરોપીને ફટકારી સજા

20 વર્ષ કેદની સજા ફટકારાય

4 લાખ રૂપિયા વળતર ચૂકવવા પણ આદેશ

અંકલેશ્વરમાં વર્ષ 2024માં સગીરા સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં કોર્ટે આરોપીને 20 વર્ષ કેદની સજા ફટકારતો હુકમ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

અંકલેશ્વર પંથકમાં વર્ષ 2024માં 16 વર્ષીય સગીરાને પટાવી ફોસલાવી ભગાડી જઈ તેની સાથે દુષ્કર્મ આચરવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો.આ અંગેનો અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ  ગુનો નોંધાતા પોલીસે આરોપી અલી અજગર ઉર્ફે આર્યન જલાઉદ્દીન શાહની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ આ અંગેનો કેસ અંકલેશ્વરના એડિશનલ સેસન્સ તેમજ સ્પેશિયલ પોકસો કોર્ટના જજ સી.કે.મુનશીની કોર્ટમાં ચાલી જતા કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. ન્યાયાધીશે સરકારી વકીલ પિયુષસિંહ રાજપૂતની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી અલી અજગર ઉર્ફે આર્યન જલાઉદ્દીન શાહને 20 વર્ષ કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે આ ઉપરાંત સગીરાને રૂપિયા ચાર લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે.

Latest Stories