New Update
અંકલેશ્વરની જે.એન.પીટીટ લાયબ્રેરી અને રોટરી ક્લબ ઓફ ફેમિના દ્વારા લાયબ્રેરી ખાતે પૌરાણિક વાર્તા કથનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વામન જયંતી અને કલ્કિ દ્વાદશીના રોજ બાળકોને ગણપતિ, વામન અવતાર, કલ્કિ અવતાર અને મહાવીર ભગવાનના જીવન પ્રસંગોની વાતો સમજાવવામાં આવી હતી.
બાળકો સનાતન સંસ્કૃતિ અંગે માહિતગાર થાય એ હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ ફેમિનાના પ્રમુખ સમીના ગુંદરવાળા,સેક્રેટરી શિલ્પા પટેલ,ડો.જિનલ પટેલ સહિતના આમંત્રીતો ઉપસ્થિત રહ્યા હતા
Latest Stories