New Update
/connect-gujarat/media/media_files/2025/10/29/mgr-2025-10-29-10-00-15.jpg)
અંકલેશ્વર તાલુકાના મોતવાણ ગામે મહાકાય અજગર જોવા મળતાં ગ્રામજનોમાં ભય ફેલાયો હતો.
માહિતી મળતા જ જીવદયા પ્રેમીઓની ટીમે ઘટનાસ્થળે પહોંચી તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું.જીવદયા કાર્યકર્તાઓએ તકેદારીપૂર્વક આશરે 5 ફૂટ લાંબા અજગરને પકડી સુરક્ષિત રીતે બહાર કાઢ્યો. બાદમાં અજગરને કોઈ ઇજા ન થાય તે રીતે તેને જંગલ વિસ્તારમાં સુરક્ષિત સ્થળે છોડવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.ગ્રામજનોના જણાવ્યા મુજબ, અજગર ખેતર વિસ્તાર પાસે દેખાતા લોકોએ તરત જ જીવદયા પ્રેમીઓને જાણ કરી હતી. ટીમના સમયસરના પ્રયત્નોથી પરિસ્થિતિ નિયંત્રણમાં આવી અને કોઈ જાનહાની થઈ નહોતી.
Latest Stories