New Update
અંકલેશ્વરમાં યોજાયો કાર્યક્રમ
લાયન્સ ક્લબ દ્વારા આયોજન
બે દિવસીય કલર્સ કાર્નિવલ યોજાયો
વોલ પેઇન્ટિંગ દ્વારા જનજાગૃતિનો પ્રયાસ
લાયન્સ ક્લબના સભ્યો રહ્યા ઉપસ્થિત
લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર અને લાયન્સ ક્લબ ઓફ વુમન્સ દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો. બે દિવસીય કલર્સ કાર્નિવલમાં વિવિધ શાળાના બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો અને ગટ્ટુ સ્કૂલથી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની બહાર આવેલ દિવાલો પર જનજાગૃતિ અર્થના ચિત્રો દોરી દીવાલોને સુશોભિત કરવામાં આવી હતી.
આ ચિત્ર સ્પર્ધામાં લાયન્સ ક્લબના પ્રમુખ વાસુદેવ ગજેરા,એ.આઈ.એના પ્રમુખ વિમલ જેઠવા,લાયન્સ સ્કૂલના જશુ ચૌધરી,ભાજપના યુવા પ્રમુખ જય તરૈયા સહિતના આમંત્રીતો અને મોટી સંખ્યામાં લાયન્સ ક્લબના મેમ્બરો અને મહિલા સભ્યો તેમજ બાળકો હાજર રહ્યા હતા.
Latest Stories