New Update
/connect-gujarat/media/media_files/2025/09/18/scs-2025-09-18-10-40-08.jpg)
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર બાઇક પર દેશી દારૂની ખેપ મારી રહેલાં યુવાને બાઈકને ટકકર મારી હતી.
અકસ્માત બાદ દેશી દારૂનો જથ્થો પુલ પર જ પડી ગયો હતો અને બાઇક સવાર ભાગી છુટ્યો હતો. પોલીસે ભાગી છુટેલા બાઈક ચાલક સામોરના ગોડાઉન ફળિયામાં રહેતાં પરેશ મંગા વસાવાને ઝડપી પાડયો છે.
અંક્લેશ્વર તાલુકાના સંજાલી ગામ ખાતે રહેતા સાવન વસાવા અન્ય એક મહિલા સાથે તેમની બાઈક પર અંક્લેશ્વરથી ભરૂચ ને જોડતા નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન અજાણ્યા બાઈક ચાલકે તેમની બાઈકને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક સવાર બન્નેને ઇજા પહોંચી હતી.જ્યારે અકસ્માત સર્જનાર બાઈક પર રહેલ દેશી દારૂનો જથ્થો રોડ પર પડ્યો હતો. અકસ્માત અંગેની જાણ થતા જ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂકરી હતી.
Latest Stories