અંકલેશ્વરમાં કરાયુ આયોજન
માનવ મંદિર હોલ ખાતે આયોજન
કવિ સંમેલનનું આયોજન કરાયું
કવિતાઓનો રસથાળ પીરસાયો
સાહિત્ય ફોરમ દ્વારા આયોજન
અંકલેશ્વર સાહિત્ય ફોરમ દ્વારા રવિવારના રોજ કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કવિઓએ કવિતાઓનો રસથાળ પીરસ્યો હતો.
અંકલેશ્વર સાહિત્ય ફોરમ દ્વારા રવિવારના રોજ માનવ મંદિર હોલ ખાતે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેર અને જિલ્લાના કવિઓએ કવિતાઓનો રસથાળ પીરસ્યો હતો.આ કવિ સંમેલનમાં સંજય પાંડે, ઊર્મિલ પંડ્યા, ડોક્ટર દેવશરણ સિંહ, સુરેન્દ્ર ભોલા ,દક્ષ આહીર, મનીષા દુધાત,ડોક્ટર મધુ ગોડ, રાજેન્દ્ર મહેરા, દેવાનંદ જાદવ અને ભદ્રેશ પટેલ સહિતના કવિઓએ કવિતાઓનો રસથાળ પીરસ્યો હતો જેને ઉપસ્થિતોએ માણ્યો હતો. અંકલેશ્વર સાહિત્ય ફોરમદ્વારા અવારનવાર આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને સાહિત્યને જીવંત રાખવાના પ્રયાસો કરાય છે.