New Update
/connect-gujarat/media/media_files/2025/09/24/screenshot_2025-09-24-18-25-13-52_92460851df6f172a4592fca41cc2d2e6-2025-09-24-21-23-08.jpg)
ભરૂચ નજીક નેશનલ હાઇવે નંબર 48 પર આવેલ માંડવા ટોલ પ્લાઝા પરથી એક ટ્રક ચાલક પસાર થઈ રહ્યો હતો.આ દરમિયાન ટોલ પ્લાઝાના ત્રણ કર્મચારીઓએ ટ્રકને ઓવરલોડ કહીને રોકી હતી.
ટ્રક ચાલક સાથે બોલાચાલી થતાં, કર્મચારીઓએ ટ્રકને આગળ વધતી અટકાવવા માટે તેની આગળ એક ડ્રમ મૂકી દીધું હતું.આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં, ટોલ પ્લાઝાના ત્રણ કર્મચારીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ટ્રક ચાલકની કેબિનમાં ઘૂસી જઈને તેમને માર માર્યો હતો.પોતાની સાથે થઈ રહેલી દાદાગીરી અને મારથી બચવા માટે ટ્રક ચાલકે તાત્કાલિક પોલીસ હેલ્પલાઈન નંબર 112 પર કોલ કર્યો હતો.112 પર કોલ થતા જ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.ટ્રકચાલકે આ અંગે લેખિત અરજી આપતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ અંગે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વી.યુ.ગડરીયાએ જણાવ્યું હતું કે આ અંગે ટ્રકચાલક દ્વારા લેખિત અરજી આપવામાં આવી છે જેના આધારે પોલીસ દ્વારા માર મારનાર સામે કાર્યવાહી કરાશે.
Latest Stories