અંકલેશ્વર: MLA ઇશ્વર પટેલનું કરાયુ સન્માન, એક્સપ્રેસ વેની કનેક્ટિવિટી મળતા ખુશીનો માહોલ

દિલ્હી મુંબઇ એક્સપ્રેસ વે પર અંકલેશ્વરના પુન ગામ નજીક કનેક્ટિવિટી અપાતા ઉદ્યોગ અગ્રણીઓ અને ભાજપના આગેવાનો દ્વારા અંકલેશ્વરના ધારાસભ્ય ઇશ્વર પટેલનું સન્માન કરવામાં આવ્યું

New Update
  • અંકલેશ્વરને એક્સપ્રેસ વેની કનેક્ટિવિટી અપાય

  • ધારાસભ્ય ઇશ્વર પટેલનું કરાયુ સન્માન

  • ઉદ્યોગ અગ્રણીઓ દ્વારા સન્માન કરાયુ

  • ધારાસભ્ય ઇશ્વર પટેલે કર્યા હતા પ્રયાસો

  • કનેક્ટિવિટી મળતા ખુશીનો માહોલ

અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય ઇશ્વર પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના પૂનગામ નજીક એક્સપ્રેસ વે પર એન્ટ્રી અને એક્ઝિટ કનેક્ટિવિટી અપાતા આ સન્માન કાર્યક્રમ યોજાયો હતો.આ કનેક્ટિવિટી માટે ધારાસભ્ય ઇશ્વર પટેલે કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રી નીતિન ગડકરીને રજુઆત કરી હતી. 
આ રજુઆતને અનુસરીને મંજૂરી મળતાં ઉદ્યોગજગત તથા અંકલેશ્વર વિસ્તારના લોકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.આ પ્રસંગે વિસ્તારના ઉદ્યોગ અગ્રણીઓ, ભાજપના આગેવાનો તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ધારાસભ્યને પુષ્પગુચ્છ અને મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા.એક્સપ્રેસ વે કનેક્ટિવિટીના આ નિર્ણયથી અંકલેશ્વર ઉદ્યોગ વિસ્તાર તેમજ આસપાસના ગામોને સીધી અને ઝડપી સુવિધા મળશે. આ અવસરે ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી અને કાર્યક્રમમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
Latest Stories