New Update
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
વિકાસના વિવિધ કાર્યોનું
ખાતમુહૂર્ત
MLA ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત
જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીની પણ હાજરી
રોડ અને ગટરના વિવિધ કાર્યો હાથ ધરાશે
અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર-4 અને 5માં આવેલ સાંઇ મિલન સોસાયટીમાં વિકાસલક્ષી કામોનું જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર નગર પાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં વિકાસ લક્ષી કામો જેવા કે આર.સી.સી.રોડ,પેવર બ્લોક સહિતના કામો હાથ ધરવામાં આવી રહ્યાં છે ત્યારે અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર-4 અને 5માં આવેલ સાંઇ મિલન સોસાયટીમાં રૂપિયા 1.47 કરોડના ખર્ચે પેવર બ્લોક અને બોક્સ ગટર સહિતના કામોનું ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ,જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી,પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં પાલિકાના કારોબારી ચેરમેન નિલેશ પટેલ તેમજ સ્થાનિકો અને નગર સેવકો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર નગર સેવા સ્ટુડન્ટ દ્વારા દરેક વોર્ડમાં રૂપિયા 40 લાખના ખર્ચે વિકાસના વિવિધ કાર્યો કરવામાં આવી રહ્યા છે જેના ખાતમુરત અને લોકાર્પણના કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે