New Update
અંકલેશ્વરમાં કરવામાં આવ્યો પ્રારંભ
નર્મદા લાઈફ લાઇન હોસ્પિટલનો પ્રારંભ
સંતો મહંતોની હાજરીમાં પ્રારંભ કરાયો
સાંસદ મનસુખ વસાવા રહ્યા ઉપસ્થિત
રાહત દરે સારવાર મળી રહેશે
અંકલેશ્વરમાં રાહત દરે સેવાકીય પ્રવૃત્તિને વેગ આપવા નર્મદા હોસ્પિટલ પરિવાર દ્વારા નર્મદા લાઈફ લાઈન મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવ્યો છે
અંકલેશ્વર - હાંસોટ રોડ પર વિસ્ટેરિયા હેલ્થ કેર & રિટેલ દ્વારા 110 બેડની વર્લ્ડ કલાસ સ્ટેટ ઓફ ધ આર્ટ હેલ્થ કેર યુનિટ નર્મદા લાઈફ લાઈન મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલનું નિર્માણ થયું છે.ભરૂચ જિલ્લાની પ્રજાને આરોગ્ય સેવા રાહત દરે ઉપલબ્ધ કરાવનાર નર્મદા લાઈફ લાઈન હોસ્પિટલનું ઉદ્ઘાટન સાકેતધામના ગિરીશાનંદ સ્વામી અને વરિષ્ઠ સંઘ પ્રચારક હરીશ રાવલના હસ્તે સંતો, મહંતો, મહાનુભવો સહિતની વિશાળ ઉપસ્થિતિમાં કરાયું.
સાથે જ RSS ના હરીશભાઈ રાવલના 82 માં જન્મદિવસની પણ ઉજવણી કરાઈ. લોકાર્પણ ઉદ્ઘાટન પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ભરૂચ વિભાગના સંઘ સંચાલક બળદેવ પ્રજાપતિ, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ઝગડીયાના ધારાસભ્ય રિતેશ વસાવા, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા સહિત મહાનુભવો, સંતો, મહંતોએ ઉપસ્થિત રહી જયમીન પટેલ અને નર્મદા હોસ્પિટલ પરિવારને શુભકામનાઓ પાઠવી હતી.
Latest Stories