New Update
/connect-gujarat/media/media_files/2026/02/15/mixcollage-15-feb-2026-09-27-pm-606-2026-02-15-22-02-28.jpg)
અંકલેશ્વર નગર સેવા સદનની કારોબારી સમિતિના અધ્યક્ષ અને ભાજપના નિલેશ પટેલ નું માર્ગ અકસ્માતમાં દુઃખદ નિધન થયું છે. આ બનાવને પગલે સમગ્ર અંકલેશ્વર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. અડોલ–હજાર ગામ નજીક તેમની કાર ટ્રેક્ટર સાથે ભટકાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
ઘટનાના તરત બાદ તેમને સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન તેમની સ્થિતિ વધુ બગડતા અંતે તેમનું નિધન થયું હતું.નિલેશ પટેલ સામાજિક અને રાજકીય ક્ષેત્રે સક્રિય આગેવાન તરીકે ઓળખાતા હતા. તેમના નિધનના સમાચાર મળતા જ રાજકીય, સામાજિક અને ઔદ્યોગિક વર્તુળોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. અનેક આગેવાનો અને નગરજનો દ્વારા તેમના પરિવારને સંવેદના વ્યક્ત કરવામાં આવી છે.પોલીસ દ્વારા અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.કનેક્ટ ગુજરાત પરિવાર તેઓને શ્રધ્ધાસુમન અર્પણ કરી, પરિવાર પર આવી પડેલ આ દુઃખની ઘડી પ્રભુ સહન કરવાની શક્તિ આપે એવી અભ્યર્થના વ્યક્ત કરે છે.

Latest Stories