અંકલેશ્વર:દશેરાના દિવસે વાજતે ગાજતે માતાજીના જવારાનું વિસર્જન,ભાવિક ભક્તો જોડાયા

આજરોજ દશેરાના પર્વ નિમિત્તે માતાજીના જવારાનું અત્યંત ભક્તિભાવ વાતાવરણમાં વિસર્જન કરવામાં આવ્યુ હતુ જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા

New Update

આજે દશેરાના પર્વની ઉજવણી

માતાજીનાં જવારાનું કરવામાં આવ્યુ વિસર્જન

મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા

નવ દિવસ સુધી માતાજીની કરવામાં આવી આરાધના

નર્મદા નદીમાં જવારાનું વિસર્જન કરાયુ

આજરોજ દશેરાના પર્વ નિમિત્તે માતાજીના જવારાનું અત્યંત ભક્તિભાવ વાતાવરણમાં વિસર્જન કરવામાં આવ્યુ હતુ જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા
આસો નવરાત્રીમાં નવ દિવસ અંકલેશ્વરમાં લોકોએ માતાજીની પૂજા અર્ચના કરી અને ગરબા રમી નવરાત્રીની ધૂમધામથી ઉજવણી કરી હતી, જ્યારે કેટલાક સમાજ અને કુટુંબ દ્વારા વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે માતાજીના જવારા વાવી નવરાત્રિના નવ દિવસ સુધી તેમની પૂજા અર્ચના કરી હતી ત્યારે આજે  દશેરાના દિવસે અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાંથી જવારાની વિસર્જન યાત્રા નિકળી હતી.આ વિસર્જન યાત્રા અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. પાવન સલીલા માં નર્મદામાં જવારાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા
#Gujarat #Navratri #Garba #Mataji's Jawara #Visarjan
Here are a few more articles:
Read the Next Article