અંકલેશ્વર: નવલા નોરતના અંતિમ દિવસે વિવિધ ગરબા ગ્રાઉન્ડ પર યુવાધન હિલ્લોળે ચઢ્યું, મોડી રાત સુધી ગરબાની રમઝટ

અંકલેશ્વર શહેર અને જીઆઇડીસીના વિવિધ ગરબા ગ્રાઉન્ડ પર નવરાત્રીના અંતિમ દિવસે યુવાન હિલ્લોળે ચઢયું હતું ખેલૈયાઓએ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી.

New Update

નવરાત્રી મહોત્સવની પુર્ણાહુતી

ગરબા ગ્રાઉન્ડ પર યુવાધન હિલ્લોળે ચઢ્યું

મોડી રાત સુધી જામી ગરબાની રમઝટ

માતાજીની કરવામાં આવી આરાધના

ખેલૈયાઓ મન મુકીને ગરબે ઘૂમ્યા

અંકલેશ્વર શહેર અને જીઆઇડીસીના વિવિધ ગરબા ગ્રાઉન્ડ પર નવરાત્રીના અંતિમ દિવસે યુવાન હિલ્લોળે ચઢયું હતું ખેલૈયાઓએ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી.

જગતજનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવલા નોરતાના અંતિમ દિવસે અંકલેશ્વરના વિવિધ ગરબા ગ્રાઉન્ડ પર ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા અંકલેશ્વર જીઆઇડીસીમાં ખોડલધામ પરિવાર દ્વારા આયોજિત ગરબા મહોત્સવ, અંકલેશ્વર શહેરમાં આવેલ આદર્શ સોસાયટી સ્થિત રંગ રસિયા ગરબા મહોત્સવ અને માનવ મંદિર ગરબા મહોત્સવ સહિતના ગ્રાઉન્ડ પર ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘુમ્યા હતા. અંતિમ નોરતે યુવાધન હિલ્લોળે ચઢ્યું હતું. મોડી રાત સુધી ખેલૈયાઓએ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી. નવ દિવસ માતાજીની આરાધના કર્યા બાદ આજરોજ દશેરાની ઉજવણી કરવામાં આવી હતી.

Latest Stories