New Update
અંકલેશ્વરના સારંગપુર નજીકનો બનાવ
અમરાવતી નદીમાં 4 યુવાનો ગયા હતા નહાવા
એક કિશોર ડૂબી જતાં લાપતા
અન્ય 3 યુવાનોનો આબાદ બચાવ
ફાયર વિભાગે શોધખોળ શરૂ કરી
અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ નજીકથી પસાર થતી અમરાવતી નદીમાં નહાવા પડેલા 4 યુવાનો પૈકી એક કિશોર તણાય ગયો હતો જ્યારે અન્ય 3 યુવાનોનો આબાદ બચાવ થયો હતો.
અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ પાસે વહેતી અમરાવતી નદીમાં આજે સાંજે ચાર યુવકો નાહવા માટે ઉતર્યા હતા આ દરમ્યાન અચાનક જ એક કિશોર ડૂબવા લાગ્યો હતો.અન્ય યુવાનોએ બહાર નીકળી બુમાબુમ કરતા સ્થાનિકો દોડી આવ્યા હતા.બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર પાલિકાનો ફાયર વિભાગ તેમજ સ્થાનિક તરવૈયાઓ દોડી આવ્યા હતા અને સુમિતની શોધખોળ શરૂ કરી છે.લાપતા થયેલા કિશોરની ઓળખ લક્ષમણ નગરના સોનલ પાર્કમાં રહેતા 15 વર્ષીય સુમિત રાજપૂત તરીકેની થઈ છે.અંકલેશ્વર તાલુકા પોલીસ બનાવની વધુ તપાસ ચલાવી રહી છે.
Latest Stories