અંકલેશ્વર : બોરભાઠા ગામના ભૂમિપુત્ર પંકજ પટેલને રાજ્યકક્ષાનો બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ એનાયત, પ્રાકૃતિક ખેતીને બનાવ્યો જીવન મંત્ર !

અંકલેશ્વર તાલુકાના બોરભાઠા ગામના રાજ્ય કક્ષાના બેસ્ટ આત્મા ફાર્મર્સનો એવોર્ડ મેળવનાર યુવા ખેડૂત  પંકજ પટેલ પ્રાકૃતિક ખેતી દ્વારા ત્રિગુણી આવક મેળવી રહ્યા છે.

New Update
caa
અંકલેશ્વર તાલુકાના બોરભાઠા ગામના રાજ્ય કક્ષાના બેસ્ટ આત્મા ફાર્મર્સનો એવોર્ડ મેળવનાર યુવા ખેડૂત  પંકજ પટેલ પ્રાકૃતિક ખેતી દ્વારા ત્રિગુણી આવક મેળવી રહ્યા છે. તેઓ પોતાની સફર વિષે જણાવે છે કે, છેલ્લા સાત વર્ષથી ખેતરમાં સફળતા પૂર્વક પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. હાલ જંગલ ફાર્મિંગથી એકસાથે બાગાયતમાં વિવિધ ફળપાક, વિવિધ પ્રકારની શાકભાજી, કઠોળ, ફુલ, વગેરેનું આંતરપાક (ઈન્ટરક્રોપ) લઈ સિઝન પ્રમાણે દર મહિને નજીવા ખર્ચથી મબલક ઉત્પાદન અને આવક મેળવી રહ્યા છે. સાથે જ પ્રાકૃતિક ખેતી માટે ઉપયોગી જરૂરી સંસાધનો BRC વિતરણ યુનિટ વિકસાવી વધારાની આવક મેળવી રહ્યા છે.
કેન્દ્રીય આત્મા એવોર્ડ સમિતિ દ્નારા રાજ્ય કક્ષાના બેસ્ટ આત્મા ફાર્મર્સનો એવોર્ડ ૨૦૨૩-૨૪ થી ભરૂચ જિલ્લાના ભોરભાઠા ગામના પંકજ પટેલને સન્માનિત કરાયા છે. આ પ્રકારનો એવોર્ડ  પ્રાકૃતિક ખેતી ક્ષેત્રોમાં નવીનતા લાવનાર, ઉત્પાદન વધારનાર અને બીજા ખેડૂતો માટે પ્રેરણારૂપ બનનાર ખેડૂતોને આ એવોર્ડ આપવામાં આવે છે. ગુજરાત સરકારના આત્મા વિભાગ દ્નારા  ૫૦,૦૦૦ હજારની રકમ અને સન્માનપત્ર તેમને એનાયત કરવામાં આવ્યો હતો. 
           
પ્રાકૃતિક ખેતીના ફાયદા અંગે તેઓએ જણાવ્યું હતું કે  ગાય આધારિત પ્રાકૃતિક ખેતી દ્વારા તેમના ૩.૧૫ વીઘા જમીનમાં ખેતી માટે જરૂરી જીવામૃત અને અન્ય પોષક તત્વો પૂરા પાડીને આ ખેતીનો આધાર બની છે. તેઓ ઈન્ટરક્રોપ કરે છે જેમાં વિવિધ ફળપાકો, અને શાકભાજીનું વાવેતર કર્યું છે. તેમના ખેતરમાં જેકફ્રુટ, કેળ, આંબાની વિવિધ જાતો, લીંબુની કુંભઘાટ, કેળા ( રેડ બનાના), આંબળા,આવાકાળો, ગુંદા, જાંબુ (રેડ, પિન્ક અને વાઈટ જાત), કમલમ, મોસબી, ચેરી, દાડમ,શેતુર,પપૈયા, સરગવ સાથે ઓષધિય ઝાડો પણ આવેલા છે. ચોખ્ખું પ્રાકૃતિક કૃષિ થકી પકવેલું અનાજ અને શાકભાજી ખાવું અને ખવડાવવું એ એક ધરતીપુત્ર તરીકે તેમના જીવનનો મૂળ મંત્ર બની ગયો છે.
Latest Stories