અંકલેશ્વર : પાનોલી પોલીસે વાહનચોરીના ગુનામાં સંડોવાયેલ રીઢા ચોરની કરી ધરપકડ, રૂ.2.80 લાખના વાહનો જપ્ત કરાયા

ભરૂચ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. પાનોલી પોલીસ સ્ટેશનની ટીમે ટેકનિકલ સર્વેલન્સ

New Update
WhatsApp Image 2026-03-04 at 10.02.12 AM
ભરૂચ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. પાનોલી પોલીસ સ્ટેશનની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે તપાસ હાથ ધરી આરોપી અને સુરતના અરેઠના હરિયાલ ગામે રહેતા રાજેન્દ્ર વસાવાની અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પરથી ધરપકડ કરી હતી.તપાસ દરમિયાન આરોપીએ ભરૂચના અંકલેશ્વર, વાલિયા, પાનોલી અને ડેડિયાપાડા સહિતના વિસ્તારોમાંથી એક કાર, એક રિક્ષા અને ત્રણ મોટરસાયકલની ચોરી કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે અલગ અલગ સ્થળોએ દરોડા પાડી કાર, રીક્ષા અને ત્રણ બાઈક મળી રૂ.2.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી વ્યસ્ત વિસ્તારોમાં પાર્ક કરેલી બાઈક અને અન્ય વાહનોને નિશાન બનાવી ચોરી કરતો હતો. ચોરાયેલાં વાહનોમાંથી કેટલીક ગાડીઓના સ્પેરપાર્ટ્સ વેચી નાંખતો અને કેટલીક ગાડીઓ અન્ય જગ્યાએ છુપાવી રાખતો હતો. આરોપીની વિવિધ 8 ગુનાઓમાં પણ સંડોવણી બહાર આવી છે 
Latest Stories