/connect-gujarat/media/media_files/2026/02/15/panoli-police-2026-02-15-18-25-26.jpg)
અંકલેશ્વરના પાનોલી પોલીસ મથકના પી.આઈ.એસ.એમ.દેસાઈના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન એક ઇસમ કાળા કલરની રીક્ષા લઈને કિમ તરફથી અંકલેશ્વર બાજુ જનાર છે અને આ રીક્ષા ક્યાંકથી ચોરી કરી લાવી પેસેન્જરોમાં ભાડે ફેરવે છે. જેવી બાતમીના આધારે પોલીસે ખરોડ ઓવર બ્રિજ પાસે વોચ ગોઠવી હતી.તે સમયે બાતમી વાળી રીક્ષા આવતા પોલીસે તેને અટકાવી જરૂરી દસ્તાવેજો માંગતા ઝડપાયેલા ઇસમે સંજાલી ગામના સોમવારી માર્કેટમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.પોલીસે મૂળ મહારાષ્ટ્રના અક્કલકુવા અને હાલ સુરતના અરેઠના હરિયાલ ગામના બરવાલીયા કંપની સામે રહેતો સુનિલ દિવાલ્યાભાઈ વસાવેને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.