અંકલેશ્વર: પાનોલી પોલીસે 4 ટ્રક-કન્ટેનરમાં લઈ કતલખાને જવાતા 80 પશુઓને કરાવ્યા મુક્ત

પાનોલી પોલીસ સ્ટેશનની ટીમે સન્માન હોટલના કમ્પાઉન્ડમાંથી ચાર ટ્રક અને કન્ટેનર ઝડપી પાડ્યા હતા જેમાં 80 ભેંસો અને એક પાડો અત્યંત કુરતાપૂર્વક બાંધેલી હાલતમાં મળી આવ્યા

New Update
  • અંકલેશ્વરની પાનોલી પોલીસને મળી સફળતા

  • નેશનલ હાઇવે પર પાડવામાં આવ્યા દરોડા

  • 4 ટ્રક અને કન્ટેનરના લઈ જવાતા હતા પશુ

  • 80 પશુઓને પોલીસે કરાવ્યા મુક્ત

  • રૂ.40.60 લાખનો મુદ્દામાલ જપ્ત

અંકલેશ્વરની પાનોલી પોલીસે 4 ટ્રક અને કન્ટેનરમાં કતલના ઇરાદે લઈ જવાતા 80 પશુઓને મુક્ત કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વરના પાનોલી વિસ્તારમાં પોલીસ દ્વારા ગેરકાયદેસર પશુ પરિવહન સામે મોટી કાર્યવાહી કરવામાં આવી હતી . પાનોલી પોલીસ સ્ટેશનની ટીમે નેશનલ હાઈવે નં. 48 પર આવેલ સન્માન હોટલના કમ્પાઉન્ડમાંથી ચાર ટ્રક અને કન્ટેનર ઝડપી પાડ્યા હતા જેમાં 80 ભેંસો અને એક પાડો અત્યંત કુરતાપૂર્વક બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા.
પોલીસને પેટ્રોલિંગ દરમિયાન વિશ્વસનીય બાતમી મળી હતી કે અંકલેશ્વરથી સુરત તરફ જતા માર્ગ પર ગેરકાયદેસર રીતે પશુઓનું પરિવહન કરવામાં આવી રહ્યું છે. બાતમીના આધારે પાનોલી પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પંચોની હાજરીમાં ચાર વાહનોની તપાસ હાથ ધરી હતી.
પોલીસ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ પશુઓને ગેરકાયદેસર કતલખાને લઈ જવાના ઇરાદે પરિવહન કરવામાં આવી રહ્યા હતા.પોલીસે ચાર વાહનો સહિત કુલ રૂ. 40.60 લાખની મિલકત જપ્ત કરી છે.તમામ પશુઓને સલામત રીતે પાંજરાપોળ ખાતે મોકલવામાં આવ્યા હતા.પોલીસે ટ્રક ચાલકો અમે ક્લીનરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories