New Update
/connect-gujarat/media/media_files/2025/09/21/img-20250921-wa0121-2025-09-21-09-41-57.jpg)
અંકલેશ્વરની પાનોલી પોલીસે કામધેનુ એસ્ટેટ-2માંથી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલ ઇન્ડોનેશિયન કોલસાનો જથ્થો મળી કુલ 54.31 લાખના મુદ્દામાલ સાથે પાંચ ઇસમોને ઝડપી પાડ્યા હતા.
અંકલેશ્વરના બાકરોલ ગામની સીમમાં આવેલ કામધેનુ એસ્ટેટ-2 સ્થિત પ્લોટ નંબર-6 અને 7ના કમ્પાઉન્ડના ગોડાઉનમાં ઇન્ડોનેશિયન કોલસો ગેરકાયદેસર રીતે સંગ્રહ કરી અન્ય જગ્યાએ વેચાણ કરવામાં આવી રહ્યું છે.જેવી બાતમીના આધારે પાનોલી પોલીસે દરોડા પાડી 203.68 ટન કોલસો મળી 25.31 લાખનો કોલસો તેમજ ત્રણ વાહનો તેમજ એક મશીન મળી કુલ 54.31 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને અંકલેશ્વરની રોશન સોસાયટીમાં રહેતો સમીર અલ્તાફ સૈયદ,આકાશ ગંગાદીન રાજપૂત,કવલજીતસિંગ સુબેગસિંગ,કુલવેન્દ્રસિંગ જસવંતસિંગ તેમજ સુગંધકુમાર સુરેશ સિંગને ઝડપી પાડ્યો હતો
Latest Stories