અંકલેશ્વર: ‘પિંક શેફ સીઝન-1 ’નું કરાયુ આયોજન,મહિલાઓએ લીધો ઉત્સાહભેર ભાગ

અંકલેશ્વર શહેરમાં મહિલાઓની રસોઈ પ્રતિભાને પ્રોત્સાહન આપતું અનોખું રસોઈ સ્પર્ધાત્મક આયોજન ‘પિંક શેફ સીઝન–01’ આજ રોજ લોર્ડ્સ પ્લાઝા ખાતે યોજાયુ

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • હોટલ લોર્ડ્સ પ્લાઝા ખાતે આયોજન

  • પિંક શેફ સિઝન 1નું આયોજન

  • મહિલાઓએ લીધો ભાવ

  • અવનવી વાનગીઓ તૈયાર કરી

અંકલેશ્વરમાં મહિલાઓની રસોઈ પ્રતિભાને પ્રોત્સાહન આપવા પિંક શેફ સિઝન 1નું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર શહેરમાં મહિલાઓની રસોઈ પ્રતિભાને પ્રોત્સાહન આપતું અનોખું રસોઈ સ્પર્ધાત્મક આયોજન ‘પિંક શેફ સીઝન–01’ આજ રોજ લોર્ડ્સ પ્લાઝા ખાતે યોજાયુ હતુ. કાર્યક્રમમાં ગૃહિણીઓ, હોમ શેફ્સ અને મહિલા રસોઈ કલાકારો મોટી સંખ્યામાં જોડાયા હતા.
આ સ્પર્ધામાં અનેક રાઉન્ડમાં લાઈવ કુકિંગ દ્વારા ભાગ લેનાર મહિલાઓએ પોતાની સર્જનાત્મકતા, સ્વાદ અને પ્રસ્તુતિ કળાનું પ્રદર્શન કર્યું. સ્પર્ધાની વિશેષતા રૂપે ભાગ લેનાર દરેક મહિલા માટે પિંક એપ્રન, વિજેતાઓ માટે રોકડ ઇનામો તથા આકર્ષક હેમ્પર્સ આપવામાં આવ્યા. કાર્યક્રમનું મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક સ્તરે મહિલાઓની રસોઈ પ્રતિભાને મંચ આપવાનો અને તેમને પ્રોફેશનલ ઓળખ આપવાનો રહ્યો હતો.
Latest Stories