અંકલેશ્વર: પુત્રીની અંતિમક્રિયા કરવા માટે અસમર્થ પિતાની મદદે આવી પોલીસ, શ્રમજીવી પરિવારની યુવતીનું સુરત સિવિલ હોસ્પિટલમાં થયું હતું મોત

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં દાખલ અંક્લેશ્વરના દઢાલ ગામની યુવતીનું મોત નીપજતાં ગરીબ પરિવારજનો તેને તરછોડીને જતા રહ્યા હતા. શ્રમજીવી પરિવાર

New Update

પોલીસની સેવાભાવી છબી

પરિવારને કરી મદદ

પુત્રીના અંતિમ સંસ્કાર માટે પિતા હતા અસમર્થ

કોન્સ્ટેબલે અંતિમ સંસ્કાર માટે કરી વ્યવસ્થા

પિતાની આંખમાંથી આંસુ સરી પડ્યા

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં દાખલ અંક્લેશ્વરના દઢાલ ગામની યુવતીનું મોત નીપજતાં ગરીબ પરિવારજનો તેને તરછોડીને જતા રહ્યા હતા. શ્રમજીવી પરિવાર પાસે મૃતક યુવતીનાં અંતિમ સંસ્કારના રૂપિયા પણ ન હતા. આ વાત સાંભળીને સુરત નવી સિવિલ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પોલીસકર્મીએ મૃતદેહ લઈ જવા માટે એમ્બ્યુલન્સ અને અંતિમ સંસ્કાર કરાવવા માટેની વ્યવસ્થા કરી હતી
અંકલેશ્વરના દઢાલ ગામની  સાગબારા ફાટક પાસે નવી વસાહત ફળિયામાં રહેતી 22 વર્ષીય કાજલ મહેશ વસાવા એક માસ પહેલાં અંકલેશ્વરના કરારેવલગામ ફાટક પાસે પડી ગઈ હતી તેમને પેટમાં દુઃખાવો ઉપડતા ભરૂચની સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જ્યાં સારવાર દરમિયાન ગત 26મી નવેમ્બરે તેનું મોત થયું હતું. તે સમયે મૃતક કાજલના પિતા અને પરિવારજનો તેને વોર્ડમાં તરછોડીને જતા રહ્યા હતા. જેથી વોર્ડના ડોકટરે આ અંગે નવી સિવિલ પોલીસ ચોકીના પોલીસને જાણ કરાતા તેણે અંકલેશ્વર પોલીસને જાણ કરી હતી અને પોલીસે તેના શ્રમજીવી પરિવારના સભ્યોને શોધી સુરત સિવિલ હોસ્પિટલ ખાતે મોકલ્યા હતા જો કે પરિવારજનો પાસે યુવતીના અંતિમ સંસ્કાર કરવાના પણ રૂપિયા ન હતા. આથી સિવિલ પોલીસ ચોકીના કોન્સ્ટેબલ લક્ષમણ વસાવા ભાવુક થઈ ગયા હતા અને તેમણે આ લાચાર શ્રમજીવી પરિવારને મદદ કરવાનું નક્કી કરી મૃતદેહને વતન લઇ જવા અને અંતિમ સંસ્કાર માટે આર્થિક ભંડોળ એકત્રિત કરી પરિવારજનોને આપ્યું હતું.
સુરત પોલીસકર્મીઓની અને સમાજના લોકોની આ પ્રકારની સેવા જોઈને મૃતક કાજલના પિતાએ આંસુઓ સાથે કહ્યું કે, મેં આશા છોડી દીધી હતી, પરંતુ આ દેવદૂતોએ આર્થિક મદદ કરતા મારી પુત્રીની જરૂરી વિધી પ્રમાણે દફન વિધિ કરવામાં આવી છે
Latest Stories