અંકલેશ્વર :  વિખુટા પડેલ કિશોરને રેલવે સ્ટેશન નજીકથી પોલીસે શોધી કાઢ્યો, પરિવાર સાથે કરાવ્યું મિલન

અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર  પી.જી.ચાવડાએ ટીમના અધિકારી-કર્મચારીઓને પો.સ્ટે. વિસ્તારમાં ગુમ થયેલ બાળકોને શોધવા પરિણામલક્ષી

New Update
Screenshot_2025-11-15-08-17-46-13_439a3fec0400f8974d35eed09a31f914
અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર  પી.જી.ચાવડાએ ટીમના અધિકારી-કર્મચારીઓને પો.સ્ટે. વિસ્તારમાં ગુમ થયેલ બાળકોને શોધવા પરિણામલક્ષી કાર્યવાહી કરવા સૂચના આપી હતી જે અંતર્ગત અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં ગુમ થયેલ બાળકના પિતા દિપક નવીનચંદ્રએ પોલીસને જાણ કરી હતી કે તેમનો ૧૫ વર્ષનો કિશોર સાડા ત્રણ વાગ્યે ઘરેથી ટ્યુશન જાઉ તેવું કહીને નીકળ્યો હતો. જે પરત આવ્યો ન હોય જેથી તાત્કાલિક પોલીસ સ્ટાફ દ્રારા ટેકનીકલ સર્વેલન્સ આધારે અંકલેશ્વર રેલ્વે સ્ટેશન ખાતેથી શોધી લાવી તેના માતા પિતાનો સંપર્ક કરી પોલીસ સ્ટેશન બોલાવી બાળકને જરૂરી કાઉન્સેલિંગ કરી તેના માતા પિતાને સોંપવામાં આવ્યો હતો.
Latest Stories