અંકલેશ્વર : જીતાલી ગામેથી ગુમ થનાર મહિલા અને 3 બાળકોને પોલીસે જામનગર માંથી શોધી પરિવારજનો સાથે કરાવ્યું મિલન

અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથકની હદમાં આવેલ જીતાલી ગામે રહેતા પરિવારની પત્ની  ત્રણ બાળકો સાથે જીતાલી ગામેથી કોઇને કાંઇ કહ્યા વગર ક્યાંક જતી રહી હતી.

New Update
Screenshot_2025-09-23-08-21-31-07_439a3fec0400f8974d35eed09a31f914

અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથકની હદમાં આવેલ જીતાલી ગામે રહેતા પરિવારની પત્ની  ત્રણ બાળકો સાથે જીતાલી ગામેથી કોઇને કાંઇ કહ્યા વગર ક્યાંક જતી રહી હતી.

આ ગુમ થયેલ સ્ત્રી અને બાળકો બાબતે પોલીસે શંકાસ્પદ મોબાઈલ નંબર તથા ટેકનિકલ સર્વેલન્સ & હ્યુમન ઇન્ટેલીજન્સની મદદથી મહિલા તથા તેના બાળકો સાથે જામનગર જીલ્લાના મોરકંડા ગામે રહેતા હોવાનુ બહાર આવ્યું હતું જેના આધારે પોલીસે જામનગર પહોંચી ત્રણેયને શોધી કાઢયા હતા અને પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું હતું.
Latest Stories